પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રામાં સમગ્ર રાજકોટ હિબકે ચડ્યું
એરપોર્ટ થી નિવાસસ્થાન તેમજ નિવાસસ્થાને થી રામનાથ પરા સ્મશાન સુધી અંતિમયાત્રાના સમગ્ર રૂટમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથીહજારોની સંખ્યામાં લોકો શ્રી વિજયભાઈ રૂપાણીને અંતિમ વિદાય આપવા ઉમટ્યાં
રાજકીય સન્માન સાથે શ્રી વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરાયા
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપાનારાષ્ટ્રીય સંગઠન મહામંત્રીશ્રી બી. એલ. સંતોષજી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી. સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, સાંસદશ્રીઓ, ધારાસભ્યો, વિવિધ રાજકીય તેમજ સામાજિક આગેવાનો, ધાર્મિક સંતો-મહંતો તેમજ વિભિન્ન ક્ષેત્રના અગ્રણીઓશ્રીએવિજયભાઈ રૂપાણીને અંતિમ વિદાય આપવા ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી.
રૂપાણી પરિવાર દ્વારા ૧૭ જૂન, મંગળવારે રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે બપોરે ૩.૦૦ થી ૬.૦૦ કલાકે તેમજ ૧૯ જૂન, રવિવારેએક્ઝીબિશન સેન્ટર હોલ-૧, હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ પ્રાર્થના સભા યોજાશે
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ૨૦ જૂન, શુક્રવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ કલાકે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ, કોબા, ગાંધીનગરખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાશે
અમદાવાદમાં થયેલ દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં અણધારી ચિરવિદાય લેનાર સરળ, સૌમ્ય અને નિખાલસ વ્યક્તિત્વના ધની, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વર્ગીય શ્રી વિજયભાઈ રૂપાણીની રાજકીય સન્માન સાથે રાજકોટખાતે અંતિમવિધિ કરાઇ હતી. DNA મેચ થયા બાદ આજે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે શ્રી વિજયભાઈ રૂપાણીનો નશ્વર દેહગાર્ડ ઓફ ઓનર સાથે પરિવારને સોંપાયો હતો ત્યારબાદ અંતિમક્રિયા માટે તેઓના પાર્થિવ દેહને હવાઈ માર્ગે રાજકોટ લાવવામાં આવ્યોહતો. એરપોર્ટ થી નિવાસસ્થાન તેમજ નિવાસસ્થાને થી રામનાથ પરા સ્મશાન સુધી અંતિમયાત્રાના સમગ્ર રૂટમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રસહિત રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં લોકો શ્રી વિજયભાઈ રૂપાણીને અશ્રુભીની આંખે આખરી વિદાય આપવા ઉમટ્યાં હતાં. અંતિમયાત્રામાં સમગ્ર રાજકોટ હિબકે ચડ્યું હતું અને લાગણીસભર દૃશ્યો સર્જાયા હતાં.
શ્રી વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ તેઓના રાજકોટ નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રખાયો હતો. શ્રી વિજયભાઈ રૂપાણીને અંતિમવિદાય આપવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપાના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીશ્રી બી. એલ. સંતોષજી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી. સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રીરત્નાકરજી, બિહારના સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, પક્ષના સંગઠનના પદાધિકારીઓ અનેસિનિયર આગેવાનો, સાંસદશ્રીઓ, ધારાસભ્યો, પૂર્વ સાંસદશ્રીઓ, પૂર્વ ધારાસભ્યો, સૌરાષ્ટ્રના વિવિધ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓનાપદાધિકારીઓ, સામાજિક આગેવાનો, ધાર્મિક સંતો-મહંતો તેમજ વિભિન્ન ક્ષેત્રના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શ્રી રૂપાણીને પુષ્પાંજલિઅર્પણ કરી હતી.
શ્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા રૂપાણી પરિવાર દ્વારા ૧૭ જૂન, મંગળવારે રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે બપોરે ૩.૦૦થી ૬.૦૦ કલાકે તેમજ ૧૯ જૂન, રવિવારે એક્ઝીબિશન સેન્ટર હોલ-૧, હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ કલાકેપ્રાર્થના સભા યોજાશે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ૨૦ જૂન, શુક્રવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ કલાકે પ્રદેશકાર્યાલય શ્રી કમલમ, કોબા, ગાંધીનગર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવશે.